કારતક માસે કાનજી, વાટ જુએ વ્રજનાર, અંતર ઉતાપો ઘણો ૬/૧૩

કારતક માસે કાનજી, વાટ જુએ વ્રજનાર;
	અંતર ઉતાપો ઘણો, લોચનિયે જળધાર...૧
અલબેલા વર આવીએ, ડોલરિયા સુખદેણ;
	વાટ જોઈ જોઈ વાલમા, ઝાંખાં થઈ ગયાં નેણ...૨
એકાદશી પ્રબોધિની, અતિ ઉત્સવ ઠરાવ;
	તે આવી હવે આવીએ, મીઠડા બોલા માવ...૩
તમ સારુ તલખે ઘણું, સર્વે ગોકુળ ગામ;
	બ્રહ્માનંદના નાથજી, આવોને શ્રીઘનશ્યામ...૪
 

મૂળ પદ

જેઠે જીવન ચાલિયા નિર્મોહી મારા નાથ

મળતા રાગ

ધોળ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી