ફાગણે ફાગ રમાડવા, આવોને પ્રાણઆધાર, શ્યામ સનેહી શામળા ૧૦/૧૩

ફાગણે ફાગ રમાડવા, આવોને પ્રાણઆધાર;
	શ્યામ સનેહી શામળા, વાટ જુએ વ્રજનાર...૧
નરનારી હોળી રમે, લોકતણી તજી લાજ;
	આ ટાણે હરિ આવીએ, રંગભીના વ્રજરાજ...૨
ચાંખડીએ ચડી ચાલતા, છત્રતણી કરી છાંય;
	લટક તમારી લાલજી, ચોંટી ચિત્તડામાંય...૩
અંતરજામી આવિયે, દોહ્યલી વેળાના દામ;
	બ્રહ્માનંદના નાથજી, આવોને શ્રીઘનશ્યામ...૪
 

મૂળ પદ

જેઠે જીવન ચાલિયા નિર્મોહી મારા નાથ

મળતા રાગ

ધોળ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી