ચૈતર મહિને શામળા, આવ્યા નહીં અવિનાશ, વનસ્પતિ સર્વે પાંગરી ૧૧/૧૩

ચૈતર મહિને શામળા, આવ્યા નહીં અવિનાશ;
	વનસ્પતિ સર્વે પાંગરી, પ્રફુલ્લિત થયા પલાશ...૧
ચંપા જાઈ ચમેલિયાં, ફૂલી લત્તા અપાર;
	એ રતે કેમ ન આવિયા, ભૂપ ભમર ભરથાર...૨
ઓરડિયાની ઓસરી, ખૂબ કરતા ખ્યાલ;
	તે દિન કે’દી દેખાડશો, લટકાળા ધર્મલાલ...૩
કે’દી કરશો કાનજી, આવી મંદિરમાંહી કામ;
	બ્રહ્માનંદના નાથજી, આવોને શ્રીઘનશ્યામ...૪
 

મૂળ પદ

જેઠે જીવન ચાલિયા નિર્મોહી મારા નાથ

મળતા રાગ

ધોળ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી