કઠણ હૈયાનારે કાન ગોવાળ, કીધાં ઘેલાં વેણ વાઇને રસાળ રે.૧/૪

પદ ૯ મું-રાગ સોરઠ(૧/૪)
કઠણ હૈયાનારે કાન ગોવાળ, કીધાં ઘેલાં વેણ વાઇને રસાળ રે.   કઠ૦ ૧
એ મધરાતે વાઇ મોરલી રે, મધુરી મોહનલાલ;
સાંભળતાં સુધ વિસરી, અમે આવ્યાં ઉઠી તતકાળ રે.                         કઠ૦ ૨
એ આશ ભર્યાં સહુ આવીયા રે, તજી ઘર કુટુંબ જંજાલ;
વન તેડી તરછોડીયાં, અમને નિરદેઇ નઠોર ગોપાલ રે.                     કઠ૦ ૩
એ અમે અબળા વન એકલાં રે, ઉઠે ઉર વિરહની જાળ;
પ્રેમાનંદના નાથ વિના હવે, કુણ લેશે સંભાળ રે.                               કઠ૦ ૪ 

મૂળ પદ

કઠણ હૈયાનારે કાન ગોવાળ, કીધાં ઘેલાં વેણ વાઇને રસાળ રે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી