ઓરા આવોને ધર્મકુમાર રે, નવલ સનેહિ;૧/૪

પદ ૫૧ મું-રાગ પરજ (૧/૪)

ઓરા આવોને ધર્મકુમાર રે, નવલ સનેહિ;
રાખું નેણમાં રે;  નવ૦ ટેક.
હાંરે વહાલા નિમખ ન મેલું હવે વેગળા રે;
મારા સહજાનંદજી સરદાર રે.  નવ૦ ૧
હાંરે વહાલા તમરે વિના બહુ દુ:ખીયાં રે;
સહુ સેવક તમારાં નરનાર રે.  નવ૦ ૨
હાંરે વહાલા આવીને દરશન દીજીયે રે;
લીજે શ્યામ સનેહી સાર રે.  નવ૦ ૩
હાંરે વહાલા નમેરા ન થઇએ નાથજી રે;
પ્રેમાનંદના છો પ્રાણઆધાર રે.  નવ ૪

મૂળ પદ

ઓરા આવોને ધર્મકુમાર રે, નવલ સનેહિ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી