દઇને ગયો મને છેહ રે, છોગાવાળો દઇને ગયો મને છેહ રે;૨/૮

પદ ૫૬ મું(૨/૮)

દઇને ગયો મને છેહ રે, છોગાવાળો દઇને ગયો મને છેહ રે; છોગાં૦ ટેક.

કઠણ હૈયાને કાન પળમા તોડ્યો, બાળપણાનો સનેહ રે. છોગાં૦ ૧

મનની વાતુરે મારા મનમાંહી રહી ગઇ, પુછી ન શકી હું સંદેહ રે. છોગાં૦ ૨

એ સાથેરે મેતો કપટ ન રાખ્યો, તન મન સોંપ્યું સરવે ગેહ રે. છોગાં૦ ૩

પ્રેમાનંદ કહે અધવચ મેલ્યાં, કાનુડે કઠણ સમેહ રે. છોગાં૦ ૪

મૂળ પદ

લઈને ગયો મન પ્રાણ રે, માવો મારા લઈને ગયો મન પ્રાણ રે

મળતા રાગ

પરજ દેશી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી