ચટક રંગીલી ચાલરે, જોતી હું તો ચટક રંગીલી ચાલ રે.૬/૮

પદ ૬૦ મું(૬/૮)
 
ચટક રંગીલી ચાલરે, જોતી હું તો ચટક રંગીલી ચાલ રે.  જોતી૦ ટેક.
ચટક ચટક મારે મંદિર આવતાં, નિરખીને થાઉં નિહાલ રે.  જોતી૦ ૧
ઉઠી ઉતાવળી હું ઢોલીડો ઢાળતી, બેસતાં આવીને નંદલાલ રે.  જોતી૦ ૨
સામી બેસીને દહાડી દરશન કરતી, જોતી હું રૂપ રસાલ રે.  જોતી૦ ૩
પ્રેમાનંદ કહે આ દુ:ખ ક્યાંથી, વિધિયે લખ્યું મારે ભાલ રે.  જોતી૦ ૪ 

મૂળ પદ

લઈને ગયો મન પ્રાણ રે, માવો મારા લઈને ગયો મન પ્રાણ રે

મળતા રાગ

પરજ દેશી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી