ક્યારે હવે દેખું રે, મારાં લોચનિયાંની આગે નાથને ૧/૬

ક્યારે હવે દેખું રે, મારાં લોચનિયાંની આગે નાથને...ક્યારે૦ ટેક.
એવાં સુકૃત મારાં ક્યારે ઉદે થાશે, મળીશું ભુજા ભરી બાથને...ક્યારે૦ ૧
હેતે હસીને હરિ ક્યારે બોલાવશે, મેલશે માથે બેઉ હાથને...ક્યારે૦ ૨
એવો દિવસ મારે પાછો ક્યારે આવશે, મેલીશ ચરણે જાઈ માથને...ક્યારે૦ ૩
પ્રેમાનંદ કહે હવે જો મળે, નીમખ ન મેલું સુખ પાથને...ક્યારે૦ ૪
 

મૂળ પદ

ક્યારે હવે દેખું રે, મારાં લોચનિયાંની આગે નાથને

મળતા રાગ

પરજ દેશી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
પ્રેમ આરાધના
Studio
Audio
0
0