કેદી હવે જોશું રે, બેની રસિયાજી ધર્મકુમારને ૨/૬

કેદી હવે જોશું રે, બેની રસિયાજી ધર્મકુમારને...કેદી૦ ટેક.
જનમ સુફળ ત્યારે જાણશું રે સજની, જોશું હૈડા કેરા હારને...કેદી૦ ૧
હાર પહેરાવી ક્યારે હેતે કરી હેરશું, નેણતણા શણગારને...કેદી૦ ૨
ઢોલિયા ઉપર ક્યારે ઓસરિયે બિરાજશે, જોશે પોતાના પરિવારને...કેદી૦ ૩
પ્રેમાનંદ આગે ક્યારે ગાઈશ, વજાડી સુંદર સીતારને...કેદી૦ ૪
 

મૂળ પદ

ક્યારે હવે દેખું રે, મારાં લોચનિયાંની આગે નાથને

મળતા રાગ

પરજ દેશી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી