લખું કાગળિયો રે લઈ જાઓ કોઈ, હાં રે લઈ જાઓ કોઈ રે, લઈ જાઓ કોઈ ૨/૪

લખું કાગળિયો રે લઈ જાઓ કોઈ, હાં રે લઈ જાઓ કોઈ રે, લઈ જાઓ કોઈ-ટેક.
ધર્મકુંવર ઘનશ્યામને દેજો, હાં રે કેજો વાલપ તમારી અમે જીવન જોઈ-લખું૦ ૧
કપટ તમારું હરિ અમે જો જાણતી, હાં રે આવતિયું ભોળી કે રાખતી રે ઠોઈ-લખું૦ ૨
છેલ છબીલા છેતરીને છેહ દીધો, હાં રે પ્રાણ લીધા અમારા પ્રીતડીમાં પ્રોઈ-લખું૦ ૩
પ્રેમાનંદના નાથજી તમ વિના, હાં રે મરું છું રે રાતદિન રોઈ-લખું૦ ૪
 

મૂળ પદ

શું જાણું રે ક્યાં ગયા હરિ, હાં રે ક્યાં ગયા હરિ રે, ક્યાં ગયા હરિ

મળતા રાગ

પરજ દેશી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
1
1
 
વિડિયો
ખુશાલ પાટડિયા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
1
1