ઘનશ્યામ પિયા પ્રાણ લઇને ગયા, હાંરે પ્રાણ લઇને ગયારે પ્રાણ લઇને ગયા;૩/૪

પદ ૭૧ મું(૩/૪)
 
ઘનશ્યામ પિયા પ્રાણ લઇને ગયા, હાંરે પ્રાણ લઇને ગયારે પ્રાણ લઇને ગયા;  ઘન૦ ટેક.
ધર્મકુંવર ઘનશ્યામ સનેહી, હાંરે દીનબંધુરે કેમ તોડી દયા.  ઘન૦ ૧
પ્રાણજીવન મારી પીડ ન જાણી, હાંરે એમ કહાવે રે ભ્રખુભાણ તનયા.  ઘન૦ ૨
વાલમ વહાલ વિસાર્યું ક્ષણમાં, હાંરે શે વાંકે નાથ નિરદયી થયા.  ઘન૦ ૩
પ્રેમાનંદના નાથજી ન ઘટે, હાંરે નિજ દાસીયું તજીને અળગારે રહ્યા.  ઘન૦ ૪ 

મૂળ પદ

શું જાણું રે ક્યાં ગયા હરિ, હાં રે ક્યાં ગયા હરિ રે, ક્યાં ગયા હરિ

મળતા રાગ

પરજ દેશી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી