હરિ ભજ તજ હરખ શોક લોક લાજ ત્યાગી માત તાત ભગિનિ ભ્રાત, જાત જોને જાગી ..૨/૪

હરિ ભજ તજ હરખ શોક, લોક લાજ ત્યાગી,
માત તાત ભગિનિ ભ્રાત, જાત જોને જાગી. ટેક૦
ગયે અનેક રહત એક, ધરમ ઉપર ધરહું ટેક,
વારવાર કર વિવેક, અંધ નર અભાગી. હરિજન ૦૧
જોબન ધન કરત નાશ, ફીરત કાલ આસપાસ,
પકરત અબ વરસ માસ, દેવત મુખ આગી. હરિજન ૦૨
સંતન કર સુભગ સાથ, ગોવિંદ ગુણ કરહું ગાથ,
રીઝત રંગરેલ નાથ, નિરભે નોબત વાગી. હરિજન ૦૩
ચંચલ નર ચેત ચેત, હરિસંગ કર હેત હેત,
દેવાનંદ લેત લેત, મોજ ચરન માગી. હરિજન ૦૪

મૂળ પદ

નરતન ભવતરન નાવ

મળતા રાગ

ગોડી પદ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી