ઓધવ મારી વિનતડી કેહેજો, વહાલા મારી સાર વેહેલી લેજો;૧/૪

પદ ૧૨૭ મું-રાગ ભૈરવી ગરબી(૧/૪)

ઓધવ મારી વિનતડી કેહેજો, વહાલા મારી સાર વેહેલી લેજો;  ઓધ૦ ટેક.
તમારા ચરણથી મુરારી, અધ ક્ષણ રહી નથી ન્યારી;
હવે મને વિરહ નાંખે મારી.  ઓધ૦ ૧
નાથ છું ચરણતણી દાસી, શરણ છું મન ક્રમ વિશ્વાસી;
મેલી કેમ અધવચ અવિનાશી.  ઓધ૦ ૨
નાથજી નમેરા થઇને, ગયા છો પ્રાણ મારા લઇને;
ખોટા ખોટા દીલાસા દઇને.  ઓધ૦ ૩
જોશો માં અવગુણિયા મારા, દીનપર દયા કરનારા;
કૃપાસિંધુ પ્રાણજીવન મારા.  ઓધ૦ ૪
શરણાગત બરદ તે સંભારી, નાથજી દેશો માં વિસારી;
પ્રેમાનંદ જાયે બલહારી.  ઓધા૦ ૫
 

મૂળ પદ

ઓધવ મારી વિનતડી કેહેજો, વહાલા મારી સાર વેહેલી લેજો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી