ઓધવ કેહેજો વિનતિ વહાલાને, નટવર નંદના લાલાને;૨/૪

પદ ૧૨૮ મું(૨/૪)

ઓધવ કેહેજો વિનતિ વહાલાને, નટવર નંદના લાલાને;     ઓધ૦ ટેક.
જે દહાડાથી નાથ ગયા મેલી, તે દહાડાથી સરવે ફરું ઘેલી;
નેણે લાગી આંખની હેલી.                                                     ઓધ૦ ૧
તમ વિના ગમતું નથી ક્યાંયે, ગોકુલિયું તો ખાવાને ધાયે;
વિરહે કરી જીવડલો જાયે.                                                     ઓધ૦ ૨
તમારા ગુણડા તે સંભારી, ભરાઇ આવે છાતડલી મારી;
ઉંચે સ્વરે રોવું છું પોકારી.                                                     ઓધ૦ ૩
વહાલા વિના એકલડી જાણી, મદન શર મારે છે તાણી;
વિકલ ફરું વિરહે વેંધાણી.                                                     ઓધ૦ ૪
સંભારું છું ચરણે શિર નામી, દયા ઉર આણી અંતરજામી;
મળો પ્રેમાનંદના સ્વામી.                                                     ઓધ૦ ૫
 
*”લગ ગઇરે લગનિયા” પાઠાંતર છે.

મૂળ પદ

ઓધવ મારી વિનતડી કેહેજો, વહાલા મારી સાર વેહેલી લેજો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી