ઓધવ કેહેજો કૃષ્ણજીને અરજી, રાજીપો જોઇને મરજી૪/૪

પદ ૧૩૦ મું(૪/૪)

ઓધવ કેહેજો કૃષ્ણજીને અરજી, રાજીપો જોઇને મરજી;  ઓધ૦ ટેક.
પરાણે પ્રીત કીધી પેહેલી, રસ પાઇ કીધી સરવે ઘેલી;
હવે નાંખી દુ:ખ દરિયે ઠેલી.  ઓધ૦ ૧
નેણુંને બાણે વેંધીને, ગયા છો કાલજ છેદીને;
ખેડુ જેમ મારે ખેદીને.  ઓધ૦ ૨
કેહેતા હરિ તેમ અમે કરતાં, તમ સારું પ્રાણ તે પાથરતાં;
હિંડો ત્યાં હાથ હેઠે ધરતાં.  ઓધ૦ ૩
ગયા વિરહાનલ સળગાવી, તન મન પ્રાણ નાંખ્યા તાવી;
દીનપર રીસ શાની આવી.  ઓધ૦ ૪
દયાળુ દયા મન આણી, હરો તન તાપ સારંગપાણી;
પ્રેમાનંદ કહે દાસીયું જાણી.  ઓધ૦ ૫

મૂળ પદ

ઓધવ મારી વિનતડી કેહેજો, વહાલા મારી સાર વેહેલી લેજો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી