જય કપિ બળવંતા, જય કપિ બળવંતા (હનુમાનજીની આરતી) ૧/૧

જય કપિ બળવંતા, જય કપિ બળવંતા;
	સુરનર મુનિજન વંદિત, પદરજ હનુમંતા...જય૦ ટેક.
પ્રૌઢ પ્રતાપ પવનસુત, ત્રિભુવન જયકારી (૨)
	અસુર રિપુ મદગંજન, ભય સંકટ હારી...જય૦ ૧
ભૂત પિશાચ વિકટ ગ્રહ, પીડત નહિ જંપે (૨)
	હનુમંત હાક સુણીને, થર થર થર કંપે...જય૦ ૨
રઘુવીર સહાય ઓળંગ્યો, સાગર અતિ ભારી (૨)
	સીતા શોધ લે આયે, કપિ લંકા જારી...જય૦ ૩
રામ ચરણ રતિદાયક, શરણાગત ત્રાતા (૨)
	પ્રેમાનંદ કહે હનુમંત, વાંછિત ફળદાતા...જય૦ ૪

 

 

મૂળ પદ

જય કપિ બળવંતા

મળતા રાગ

આરતી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
સમૂહગાન
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
આરતી સંગ્રહ
Studio
Audio
0
0