ગયો કાનુડો કપટી મને મેલીરે, સાંભળ સાહેલી૧/૪

પદ ૨૫૪ મું-રાગ કાફી(૧/૪)
 
ગયો કાનુડો કપટી મને મેલીરે, સાંભળ સાહેલી;  ગયો૦ ટેક.
કેમ કરિયેરે હવે કેને કહિયે, વિરહે થઇ છું હું તો ઘેલી રે.  સાંભ૦ ૧
બાલપણામાં બહુ લાડ લડાવ્યાં, પ્રીત કરીને એણે પે'લી રે.  સાંભ૦ ૨
એરે દુ:ખે મારી દાઝે છાતલડી, તનડામેં થાયે તાલાવેલી રે.  સાંભ૦ ૩
પ્રેમાનંદનો નાથ ગયો મને, દુ:ખ દરિયામાંહે ઠેલી રે.  સાંભ૦ ૪ 

મૂળ પદ

ગયો કાનુડો કપટી મને મેલીરે, સાંભળ સાહેલી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી