ક્યારે દેખું આંખડલીને આગેરે, જીવન મારાને;૪/૪

પદ ૨૫૭ મું(૪/૪)
 
ક્યારે દેખું આંખડલીને આગેરે, જીવન મારાને; ક્યારે૦ ટેક.
શોભારે ધામ કામમદ ગંજન, મનરંજન વહાલો લાગે રે. જીવ૦ ૧
સુંદર વદન સદન સર્વે સુખનું, હસીને બોલાવે અનુરાગે રે. જીવ૦ ૨
ચંચલ લોચન ભવદુ:ખ મોચન, જોઇ જોઇ દુ:ખ મારાં ભાંગે રે. જીવ૦ ૩
સુંદર કર ક્યારે ધરશે શિરપર, પ્રેમાનંદ એ માંગે રે. જીવ૦ ૪ 

મૂળ પદ

ગયો કાનુડો કપટી મને મેલીરે, સાંભળ સાહેલી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી