ધર્મકુંવર હરિકૃષ્નજી રે, મારા પ્રાણઆધાર;૩/૪

પદ ૨૬૦ મું(૩/૪)

ધર્મકુંવર હરિકૃષ્નજી રે, મારા પ્રાણઆધાર;

જીવન જાશોમાં વિસરી, હરિવર હૈડાના હાર. ધર્મ૦ ૧

દયાળુ દયા મન આણજોરે, જાણી પોતાનાં દાસ;

બરદ પોતાનું પાળજો, વહાલા અમને તમારી આસ. ધર્મ૦ ૨

અમૃત પાઇને ઉછેરીયાંરે, આપ્યાં સુખડાં અપાર;

સર્વે તે કષ્ટથી ઉગારીયાં, પ્રાણ પ્યારા શિરદાર. ધર્મ૦ ૩

એવા દયાળુ થઇ શ્રીહરિ રે, થયા નિર્દયી બહુ નાથ;

ઘણારે દિવસની પ્રીતડી, વહાલા કેમ તોડી એક સાથ. ધર્મ૦ ૪

દગો રાખી હરિ દીલમારે, કીધી વિશ્વાસઘાત;

પ્રેમાનંદના નાથ છેતર્યાં, કહિયે કેને દલડાની વાત. ધર્મ૦ ૫

મૂળ પદ

નવલ સનેહી નાથજીરે, આવડો શો અમારો વાંક;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0