ઘણું જીવો ઘનશ્યામજીરે, દીનબંધુ દયાળ;૪/૪

પદ ૨૬૧ મું(૪/૪)
 
ઘણું જીવો ઘનશ્યામજીરે, દીનબંધુ દયાળ; ઘણું૦ ટેક.
દરશન દઇને કાપો દુ:ખડાં, વહાલા ઘણું વધારો વહાલ. ઘણું૦ ૧
દરશન વિના દુ:ખિયાં ઘણારે, સર્વેં તમારા જન;
ગોવિંદ ક્યાંયે નથી ગોઠતું, વહાલા કામ કાજ ઘર વન. ઘણું૦ ૨
પંચ પ્રકાર સુખ જગ્તનારે, અમે કીધાં હરામ;
તમ સંગ બાંધી છે પ્રીતડી, જીવન મારા તમે શ્યામ. ઘણું૦ ૩
તાપ સમાવો મળી તનનારે, ઠારો દરશન દઇને નેણ;
ઘ્રાંણને સુંઘાડો હાર ફૂલના, કરણે મધુરાં તે વેણ. ઘણું૦ ૪
રસના તલખે મહાપ્રસાદનેરે, દેશો બોલાવી થાળ;
જીવત સુફલ ત્યારે જાણશું, પ્રેમાનંદના પ્રતિપાળ. ઘણું૦ ૫ 

મૂળ પદ

નવલ સનેહી નાથજીરે, આવડો શો અમારો વાંક;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી