આવડો મેં જાણ્યો નો’તો ધુતારો ગિરિધરને;૨/૨

પદ ૨૬૩ મું(૨/૨)

આવડો મેં જાણ્યો નો'તો ધુતારો ગિરિધરને; આવ૦ ટેક.
ગઇતી હું જોવા બે'ની નંદભુવનમાં,
મળ્યો મને બારણિયે ઓલ્યા ઘરને.                                 આવ૦ ૧
મેં પુછી એક વાત હિયાની, કોલ મને દીધો સાઇ કરને.      આવ૦ ૨
વાટડી જોતાં મને વીતી રજની, રહી વિશ્વાસે કમળાવરને.આવ૦ ૩
પ્રેમાનંદને નાથ ઠગી મને, કપટી કઠણ અંતરને.              આવ૦ ૪

મૂળ પદ

શું જાણું જે એમ કરશે ધુતારો કોલ દઇને;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી