ઓધવજી અમને કૃષ્ણ ધુતારે, છલ કરીને છેતરિયાજી;૩/૬

પદ ૨૯૫ મું(૩/૬)

ઓધવજી અમને કૃષ્ણ ધુતારે, છલ કરીને છેતરિયાજી;
મીઠું બોલીને મોહ પમાડ્યાં, પ્રાણ અમારા હરિયા.  કેને કહિયેજી૦ ૧
વેણ વાઇને વશ કરી લીધી, મોહનવર મરમાળેજી;
રસ પાઇને મેલી રઝળતી, કપટી અંતર કાળે.  કેને૦ ૨
નેહ લગાડીને છેહ દઇને, મોહનવર ગયા મેલીજી;
પ્રીત કરી પાતળિયે નાંખ્યાં, દુ:ખ દરિયામાં ઠેલી.  કેને૦ ૩
સંસારમાં હવે સુખ નવ આવે, નાથ વિના ન રહેવાયેજી;
વિરહતણી થાયે વેદના ઉરે, રોતાં રાત દિન જાયે.  કેને૦ ૪
ભોજન પાન વસન વિસરિયાં, શું જાણું શું થાશેજી;
પ્રેમાનંદના નાથ વિના હવે, જીવડો નિશ્ચે જાશે.  કેને૦ ૫

મૂળ પદ

વિનતડીરે વ્રજનારનીરે, કેહેજો વહાલાજીને જાઇજી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી