આવો રે વહાલાજી તમને, માખણ જમાડું ૧/૪

આવો રે વહાલાજી તમને, માખણ જમાડું;
	કહો તો તમારા ગોઠીડાને, ઘડી એક ખમાડું	...આવો૦ ૧
રમત મેલો શ્યામ રંગીલા, થઈ ઝાઝી વેળા;
	છોકરડાને શીખ દીઓ, હરિ ચાલો હું ભેળા	...આવો૦ ૨
સાકર કેરી સુખડી કીધી, તાજું ઘી નાખ્યું;
	જીવન તમને જમતા દેખું, થાય ટાઢી આંખ્યું	...આવો૦ ૩
લાલજી તમને ભૂખ લાગી હશે, પહેલેને પોરે;
	બ્રહ્માનંદના નાથજી હું તો, જમાડીશ જોરે		...આવો૦ ૪
 

મૂળ પદ

આવો રે વહાલાજી તમને, માખણ જમાડું

મળતા રાગ

રામકલી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ચારુકેશી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
પ્રભાતિયા - ૨
Studio
Audio
0
2