આરોગો અલબેલા વહાલા, સાકર સેવલડી ૨/૪

આરોગો અલબેલા વહાલા, સાકર સેવલડી;
	રમવાની આવડી પડી, શી તમને ટેવલડી	...આરોગો૦ ૧
ચોંપ કરીને સેવું રાંધું, ઘી તાજું લાવું;
	તમે જમો હું આગળ બેસી, માંખી ઉડાવું	...આરોગો૦ ૨
ખૂબ મસાલા માંહી ખાંડી, દહીંવડાં કરું ખાટાં;
	બરફીનો બાલભોગ કરો, બેક સેવૈયા સાટા...આરોગો૦ ૩
જે તમને મનડે ગમે, તે માગીને લેજો;
	વધુ રહે તે બ્રહ્માનંદને, પ્રસાદી દેજો	...આરોગો૦ ૪
 

મૂળ પદ

આવો રે વહાલાજી તમને, માખણ જમાડું

મળતા રાગ

રામકલી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી