માખણ જમાડું વાલા મારા આવોને ઓરા લટકાળા મુને વાલા લાગો, ગીરધારી ગોરા..૪/૪

માખણ જમાડું વાલા મારા, આવોને ઓરા,
લટકાળા મુને વાલા લાગો, ગીરધારી ગોરા. માંખણ૦ ૧
ભૂઘર તમને જે ભાવે તે, આણીને આલું,
ત્રિલોકીમાં તમ જેવું બીજું, નથી કાંઇ વહાલું. માંખણ૦ ૨
દહીંથરાં ને દૂધ પેંડા બેક, જલેબી સારી,
બરફીનો બાલભોગ કરો, જાઉં મુખ ઉપર વારી. માંખણ૦ ૩
આદાં લીંબુનાં અથાણાં વળી, સાટા સાકરીયા,
બ્રહ્માનંદને શીત પ્રસાદી, દેજો ડોલરીયા. માંખણ૦ ૪

મૂળ પદ

આવો રે વહાલાજી તમને, માખણ જમાડું

મળતા રાગ

રામકલી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી