જોવાને વ્યાકુલ મારા નેણરે, નાથ તમને;૧/૪

પદ ૩૬૧ મું-રાગ કલાઇડો(૧/૪)

જોવાને વ્યાકુલ મારા નેણરે, નાથ તમને; જોવા૦ ટેક.

નટવર નાગર શોભાના સાગર પ્યારા;

શ્યામ સનેહિ સુખદેણ રે. નાથ૦ ૧

જોડીને હાથ નાથ પાય પડું છું માવા;

અરજ કરું છું દિનરેણ રે. નાથ૦ ૨

એકવાર આવો અમને હસીને બોલાવો વહાલા;

સનેહી સંભળાવો મીઠાં વેણ રે. નાથ૦ ૩

પ્રેમાનંદનારે પ્યારા પ્રાણજીવન છો મારા;

દરશન દ્યોને મારા સેણ રે. નાથ૦ ૪

મૂળ પદ

જોવાને વ્યાકુલ મારા નેણરે, નાથ તમને;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી