જમોને ગોપીનાથજી સુંદર લાડુ રે..૧/૪

જમોને ગોપીનાથજી સુંદર લાડુ રે.  જમો૦ ટેક૦
ઘૃત સાકરમાંહી ઝાઝાં ભેળીને, હરિવર હેતે હું જમાડું રે.  જમો૦ ૧
જગ જીવન મારે હાથે જમો તો, ઘણું ઘણું માનીસ હું સપાડું રે.  જમો૦ ૨
સુંદર મુખડું હું જમતાં રે જોવું, થાયે મારા અંતરમાંહી ટાઢું રે.  જમો૦ ૩
પ્રેમાનંદ ઉભો આશ કરીને, જમીને આપો પનવાડું રે.  જમો૦ ૪ 

મૂળ પદ

જમોને ગોપીનાથજી સુંદર લાડુ રે

મળતા રાગ

કાફી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
14
1