દાદાખાચર રે, જેવો વાલમ જાલજો મારો હાથ, ૩/૪

દાદાખાચર રે, જેવો વાલમ જાલજો મારો હાથ,
ગોર્ધન પર્વત રે, જેવી સ્થિતિ અડગ આપો નાથ...૧
સુરાખાચર રે, જેવું બ્રહ્મચર્ય દેજો સદા અડગ,
ગુંદાળાના કાઠી રે, જેવો પક્ષમાં પાછો ન ભરીએ પગ...૨
જેઠામાણિયા રે, જેવુ સર્વે તમારે અર્થે થાય,
ઝીણાભાઇના રે, જેવી ભકતોની કરીએ સદાયે સહાય...૩
એભલકુળના રે, જેવી સંતોની સેવા સદાયે થાય,
રાજારૂપા રે, જેવી પરિક્ષા આપે "જ્ઞાન" સદાય...૪

મૂળ પદ

ભકિતના જેવી રે, ભકિત મુજને દેજો

મળતા રાગ

દેજો દેજો રે ભકિત મુજને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી