જમોને ઘનશ્યામજી પુરી શિરો રે..૨/૪

જમોને ઘનશ્યામજી પુરી શિરો રે. જમો૦ ટેક૦
બહુ પકવાન તમ કાજ કર્યા છે, બીરજં હરીસો સાકર કેરો રે. જમો૦ ૧
લાવી છું ડોલરીયાના હાર ગુંથીને, જમીને જીવન તમે પેરો રે. જમો૦ ૨
જીવન તમને જમતાં જોઉં તો, મટે મારા ભવ કેરો ફેરો રે. જમો૦ ૩
પ્રેમાનંદને શીત પ્રસાદી, દીયો તો રાજી છે ઘણેરો રે. જમો૦ ૪ 

મૂળ પદ

જમોને ગોપીનાથજી સુંદર લાડુ રે

મળતા રાગ

કાફી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી