આપું છું બીડી પાનની હું બનાવી રે..૪/૪

 આપું છું બીડી પાનની હું બનાવી રે. આપું૦ ટેક.

નાગરવેલીનાં પાન મનોહર, પાકાં પાકાં જોઇને આખાં લાવી રે. આપું૦ ૧
કાથો ચુનો ને લવીંગ એલાયચી, વાંકડી સોપારી કતરાવી રે. આપું૦ ૨
પ્રીત કરીને સુંદર બીડી મેં વાળી, મુખમાં મેલું પાસે આવી રે. આપું૦ ૩
પ્રેમાનંદને કૃપા કરીને, મુખ તંબોલ આલો આવી રે. આપું૦ ૪

મૂળ પદ

જમોને ગોપીનાથજી સુંદર લાડુ રે

મળતા રાગ

કાફી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી