ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મંદિરિયામાં વસતા ૩/૪

ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મંદિરિયામાં વસતા...ટેક.
જરકસિયા જામા પહેરીને, ગૂઢો રેંટો કટિ કસતા...ક્યારે૦ ૧
ફૂલડામાં ગરકાવ થઈને, અત્તરમાં મસમસતા...ક્યારે૦ ૨
મુનિવર સારુ રસોઈ કરાવીને, પંગતમાંહી પિરસતા...ક્યારે૦ ૩
પ્રેમાનંદ આગે ગાયે ત્યારે, આવે ઓરા ઓરા ખસતા...ક્યારે૦ ૪
 

મૂળ પદ

ક્યારે હવે મળશે રે પ્યારા, ઘનશ્યામ સનેહિ મારા

મળતા રાગ

ઠુમરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ઉત્પત્તિ

શ્રાવણી અમાસની અંધારી રાત હતી. એ તોફાની મેઘલી રાતે તમરાના ઝાંય ઝાંય અને દેડકાના ડ્રાં‌ઉં ડ્રાં‌ઉં સિવાય રાત્રિના શ્યામ સાળુમાં સમષ્ટિનાં સર્વ પ્રાણી પોઢી ગયાં હતાં. હવામાં આહ્‌લાદક ઠંડક હતી. ગઢપુરની ગરવી ધરતી પર આજે પરબ્રહ્મ પુરુષોત્તમ સહજંદ સ્વામીની નિશ્રામાં સર્વ સંતો તથા સત્સંગીજનો ચાતુર્માસના વિશેષ નિયમો અંગીકાર કરીને પ્રભુ પ્રસન્નતાના સાધન આરાધી રહ્યાં હતાં. પ્રેમસખી પ્રેમાનંદે એવો નિયમ લીધો હતો કે રોજનાં આઠ પદ રચવાં‌. પણ આજે દિવસ આખો એમ જ વીતી ગયો . સાંજ પણ જોત જોતામાં શમી ગઈ. છતાં એક પણ પદ સ્ફૂર્યું નહોતું. કાજળ કાળા અંધકારને ભેદતા સારંગીના સૂર પવનપાંખે ચડી દૂર દૂર સુધી રેલાઈ ગયા. સારંગીના સૂરોએ સ્વામીના અંતરને મથી નાખ્યું . વલોવાયેલા અંતરમાંથી જે આર્ત નવનીત નિપજ્યાં‌ તેને સ્વામીએ વૈખરીમાં વહેતાં મૂક્યાં . ‘ ઘનશ્યામ વિયોગ સહ્યો નહિ જાવત. એ ઠુમરીનો આલાપ એમણે અંધકારમાં ઓતપ્રોત કરી દીધો. પછી તો ગીત ઉપર ગીત ને રાગ ઉપર રાગ છેડાતા ગયા. એ મેઘલી રાત , એ હચમચી ગયેલું હૈયું, ને એ સૂર પીને ગાઢો થયેલો અંધકાર ત્રણેય એકરસ થઈને નાદબ્રહ્મ રેલાવી રહ્યા. શ્રીજીમહારાજ અક્ષર ઓરડીમાં પોઢી ગયા હતા, અચાનક પ્રેમાનંદના આર્તનાદે પ્રભુને અધરાતે નીંદરમાંથી બેઠા કરી દીધા. પભુએ ઢોલિયા ઉપર બેસીને અવાજની દિશામાં કાન સરવા કર્યા.તો પ્રેમસખીનો મધુર સ્વર ગૂંજી રહ્યો હતો . ‘ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારાં મંદિરીયામાં વસતા . ક્યારે ......’ એ સાંભળી મીંચેલી આંખે પણ મહારાજ હસી રહ્યા. પણ એમ ક્યા લાગી રહેવાય ? એ બેઠા થયા. બારણું ખોલીને બહાર આવ્યા. એ વખતે પ્રેમાનંદ સ્વામી ગઢડામાં પૂનમિયા કૂવા*( જુઓ પરિશિષ્ટ -૪) પાસે આથમણા બારની ઓરડીમાં રહેતા હતા. મહારાજે અવાજની દિશામાં ડગ માંડ્યાં ને પ્રેમાનંદ સ્વામીની ઓરડીએ આવી પહોંચ્યા. પ્રેમસખી તો પ્રતિપળ પ્રેમાર્દ્ર સાદે પ્રેમરસને ઘૂંટતા પ્રભુના રસમય રૂપમાં રસબસ થઈને ઝૂમતા હતા. એમની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. ઓરડીમાં બળતા દિવાના ઝાંખા પ્રકાશમાં મહારાજે એ જોયું અને ઓસરીમાં જ લપાઈને એક બાજુ એ ઊભા રહ્યા.મહારાજે માત્ર એક ચાદર જ ઓઢી હતી તો પણ અમાસની તોફાની અંધારી રાત્રે એ એકલા ભક્તને દ્વાર અભિસારિકાની જેમ આવી પહોંચ્યા હતા. ‘મને વહાલાનો વિરહ સતાવે રે, નથી રહેવાતું .....’ આંખની અટારીએ આસુંના તોરણ બાંધીને પ્રેમસખી વિરહાતુર બનીને ગાઈ રહ્યા હતા. અંતરમાંથી ઘૂંટાઈને આવતા કરુણ સ્વરોમાં ‘નથી રહેવાતું...... નથી રહેવાતું’ એ શબ્દોને પુન:પુન: ગાઈને સ્વામીએ શ્રીહરિના હૈયાને પણ હચમચાવી મૂક્યું. ઓરડીના ઝાંખા દીવાના ઉજાસમાં સ્વામી મન મૂકીને ભાવ ઠાલવતા હતા. બહાર ઓસરી ઉપર ઊભા ઊભા શ્રીહરિ એમાં ભીંજાતા હતા. આમ ને આમ રાત તૈયારી હતી ને પ્રેમાનંદની નજર અચાનક જ બારણા બહાર પડી , અને એ તો ઓસરીમાં શ્રીહરિને ઊભેલા જોઇને અચંબામાં પડી ગયા. પ્રભુને સત્કારવાની પણ તેમને સૂઝ ન પડી અને એ તો એકદમ સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરવા મંડી પડ્યા. મહારાજે એમને ઊભા કરી પ્રેમપૂર્વક ગાઢ આલિંગન આપ્યું. પછી સ્વામીએ પૂછ્યું ‘ મહારાજ! ક્યારના પધાર્યા છો ?’ મહારાજે પ્રેમસખીને લાડથી ટપારતા કહ્યું ‘મધરાતના અમે તો અહીં જ ઊભા ઊભા તમારા પ્રેમનો આસ્વાદ લઈ રહ્યા છીએ .’ પછી રાજી થઈ મહારાજે પોતાનો ખેસ પ્રેમસખીને ભેટ આપ્યો ને કહ્યું: “ હવે રાખો, રાત ઝાઝી વીતી ગઈ છે!’

વિવેચન

આસ્વાદ : શબ્દોના લાલિત્ય સાથે સ્વરના ગુંજારવ નો સમન્વય થાય ત્યારે એક અનોખી અસર સર્જાતી હોય છે. કાવ્યમાં લય સ્વાભાવિક હોય છે. એ લય અને સ્વર ભેગા થાય અને એમાં જો અંતરનો આર્તનાદ ભળે તો એમાંથી નીપજતું સંગીત અલૌકિક આસ્વાદવાળું બને છે. એ સંગીતમાં પ્રભુને પણ પાસે ખેંચી લાવવાની તાકાત રહેલી છે! પ્રેમસખી પેમાનંદ સંગીતના મરમી હતા. સાથે સાથે એમની પાસે ગોપીનું હૈયું પણ હતું.એ હૈયામાં પભુ માટે પારાવાર પ્રેમની લાહેરો ઊઠતી હતી. આવા પ્રેમોત્સુક સંગીતજ્ઞ કવિ અમાસની અંધારી રાતે વિરહાકુળ થઈને હૈયાના વલોપાતને આરતભરી વાણીમાં વ્યક્ત કરે છે. હૃદય મંદિરમાં વસતા હરિને હસતા દેખવાની કવિની ઊંડી ઝંખના અહીં અભિવ્યક્ત થાય છે. પ્રેમસખી પોતે તો શ્રીહરિને ખૂબ ચાહે છે. પોતાના ઉરમંદિરમાં સદાય જતન કરીને એ મૂર્તિને જાળવી રાખે છે, છતાંય ઊંડે ઊંડે પણ એમને એવી જીજ્ઞાસા રહે છે કે શું પ્રભુ મારા ઉપર આવા જ રાજી તો હશે ને? એટલે જ એમના અંતરમાં હરિને હસતા દેખવાના – પ્રસન્નમુદ્રામાં નીરખવાના કોડ જાગે છે. હવે રસરાજ શૃંગારનું રસિક નિરૂપણ રસેશ પરમાત્મા પ્રત્યે કરતાં કવિ કહે છે: ‘જરકસિયા જામા પે’રીને ગુઢો રેં‌ટો ઓઢી કટિ‌ કસતા. ફૂલડામાં ગરકાવ થઈને , અત્તરમાં મસમસતા’ પ્રભુ જરકસી જામો પહેરી, માથે સુંદર ફેંટો બાંધી , કમર પર કસીને દુપટ્ટો બાંધીને ભક્તોને દર્શન દેતા. ભક્તોની પૂજાથી મહારાજના ગાળામાં ફૂલનાં હર લદાતા , ગાજરના બાજુબંધ અને માથે તોરા બંધાતા , એમ શ્રીજીનું સકલ સ્વરૂપ ફૂલમાં ગરકાવ થઈ જતું અને ફૂલની સુગંધ અને અત્તરની ખુશબોથી મહારાજ મઘમઘતા. શ્રીજીની રૂપમાધુરીને શૃંગાર સહિત યાદ કર્યા બાદ કવિ પ્રભુનાં સંસ્મરણોને વાગોળે છે . શ્રીજીમહારાજ ઘણીવાર સંતો માટે રસોઈ કરાવીને જાતે જ પોતાના પરમહંસોને પીરસતા , અરે! કેટલીક વાર તો પોતે જાતે જ રસોઈ બનાવીને સંતોને હેતથ��� જમાડતા,*( લોયાનો શાકોત્સવ.) અને જમાડીને બરાબર તૃપ્ત કરતા. બીજું એક સ્મરણ યાદ કરતાં કવિ કહે છે કે જયારે હું (પ્રેમાનંદ) મહારાજ પાસે કીર્તન ગાતો ત્યારે મહારાજ પ્રસન્ન થઈને ખસતા ખસતા મારી પાસે આવતા. આવાં અનેક સ્મરણો યાદ કરીને કવિ હૈયાને હળવું કરે છે અને એમનું વિરહાકુળ હૃદય પ્રસન્ન પ્રભુના દર્શન હરહંમેશ ઝંખ્યા કરે છે. ઠુમરી રાગમાં ગવાયેલા આ પદને શ્રીહરિએ રાતના અંધકારમાં ઓસરીના એકાંતમાં ઊભા રહીને માણ્યું હતું. કાવ્ય સરળ ને સુગેય છે. આસ્વાદ : શબ્દોના લાલિત્ય સાથે સ્વરના ગુંજારવ નો સમન્વય થાય ત્યારે એક અનોખી અસર સર્જાતી હોય છે. કાવ્યમાં લય સ્વાભાવિક હોય છે. એ લય અને સ્વર ભેગા થાય અને એમાં જો અંતરનો આર્તનાદ ભળે તો એમાંથી નીપજતું સંગીત અલૌકિક આસ્વાદવાળું બને છે. એ સંગીતમાં પ્રભુને પણ પાસે ખેંચી લાવવાની તાકાત રહેલી છે! પ્રેમસખી પેમાનંદ સંગીતના મરમી હતા. સાથે સાથે એમની પાસે ગોપીનું હૈયું પણ હતું.એ હૈયામાં પભુ માટે પારાવાર પ્રેમની લાહેરો ઊઠતી હતી. આવા પ્રેમોત્સુક સંગીતજ્ઞ કવિ અમાસની અંધારી રાતે વિરહાકુળ થઈને હૈયાના વલોપાતને આરતભરી વાણીમાં વ્યક્ત કરે છે. હૃદય મંદિરમાં વસતા હરિને હસતા દેખવાની કવિની ઊંડી ઝંખના અહીં અભિવ્યક્ત થાય છે. પ્રેમસખી પોતે તો શ્રીહરિને ખૂબ ચાહે છે. પોતાના ઉરમંદિરમાં સદાય જતન કરીને એ મૂર્તિને જાળવી રાખે છે, છતાંય ઊંડે ઊંડે પણ એમને એવી જીજ્ઞાસા રહે છે કે શું પ્રભુ મારા ઉપર આવા જ રાજી તો હશે ને? એટલે જ એમના અંતરમાં હરિને હસતા દેખવાના – પ્રસન્નમુદ્રામાં નીરખવાના કોડ જાગે છે. હવે રસરાજ શૃંગારનું રસિક નિરૂપણ રસેશ પરમાત્મા પ્રત્યે કરતાં કવિ કહે છે: ‘જરકસિયા જામા પે’રીને ગુઢો રેં‌ટો ઓઢી કટિ‌ કસતા. ફૂલડામાં ગરકાવ થઈને , અત્તરમાં મસમસતા’ પ્રભુ જરકસી જામો પહેરી, માથે સુંદર ફેંટો બાંધી , કમર પર કસીને દુપટ્ટો બાંધીને ભક્તોને દર્શન દેતા. ભક્તોની પૂજાથી મહારાજના ગાળામાં ફૂલનાં હર લદાતા , ગાજરના બાજુબંધ અને માથે તોરા બંધાતા , એમ શ્રીજીનું સકલ સ્વરૂપ ફૂલમાં ગરકાવ થઈ જતું અને ફૂલની સુગંધ અને અત્તરની ખુશબોથી મહારાજ મઘમઘતા. શ્રીજીની રૂપમાધુરીને શૃંગાર સહિત યાદ કર્યા બાદ કવિ પ્રભુનાં સંસ્મરણોને વાગોળે છે . શ્રીજીમહારાજ ઘણીવાર સંતો માટે રસોઈ કરાવીને જાતે જ પોતાના પરમહંસોને પીરસતા , અરે! કેટલીક વાર તો પોતે જાતે જ રસોઈ બનાવીને સંતોને હેતથી જમાડતા,*( લોયાનો શાકોત્સવ.) અને જમાડીને બરાબર તૃપ્ત કરતા. બીજું એક સ્મરણ યાદ કરતાં કવિ કહે છે કે જયારે હું (પ્રેમાનંદ) મહારાજ પાસે કીર્તન ગાતો ત્યારે મહારાજ પ્રસન્ન થઈને ખસતા ખસતા મારી પાસે આવતા. આવાં અનેક સ્મરણો યાદ કરીને કવિ હૈયાને હળવું કરે છે અને એમનું વિરહાકુળ હૃદય પ્રસન્ન પ્રભુના દર્શન હરહંમેશ ઝંખ્યા કરે છે. ઠુમરી રાગમાં ગવાયેલા આ પદને શ્રીહરિએ રાતના અંધકારમાં ઓસરીના એકાંતમાં ઊભા રહીને માણ્યું હતું. કાવ્ય સરળ ને સુગેય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનસ્વરૂપ સ્વામી- રાજકોટ ગુરુકુલ
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
4
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

પરંપરાગત (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનધારા-મારા ઘનશ્યામ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
ભૈરવી
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
3
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
એકલડા કેમ રહેવાય
Studio
Audio
53
0