ઓધવજી કહેજો જાઇ હરિને સંદેશો રે;૧/૪

પદ ૪૫૭ મું-રાગ ગરબી(૧/૪)

ઓધવજી કહેજો જાઇ હરિને સંદેશો રે;
મારા પ્રાણતણા આધાર કેટલુંક રહેશો રે.  ઓધવજી૦ ટેક.
વાલમજી વીના વ્રજનાર હિયામાં કલપે રે;
વહાલા નીર વિછોયાં મીન એણી પેરે તલપે રે.  ઓધ૦ ૧
વહાલા ચંદ્ર વીના જ્યું ચકોર મેઘ વીના મોરાં રે;
જોવાને વ્યાકુલ નેણ મુખડાં તોરાં રે.  ઓધ૦ ૨
વહાલા સુફલ કરો મારાં નેણ નાગર નંદા રે;
વહાલા હરોને હૈયાના તાપ ગોકુલચંદા રે.  ઓધ૦ ૩
વહાલા શરદ પુનમની રાત અતિ રૂપાળી રે;
જીવનજી રમાડોને રાસ આવો વનમાળી રે.  ઓધ૦ ૪
વહાલા જમનાજીને તીરે વેણુ વજાડો રે;
વહાલા પ્રેમસખીના શ્યામ સંગે રમાડો રે.  ઓધ૦ ૫
 

મૂળ પદ

ઓધવજી કહેજો જાઇ હરિને સંદેશો રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી