અબળાની અરજી નાથજી સાંભળજો રે;૩/૪

 પદ ૪૬૩ મું(૩/૪)

અબળાની અરજી નાથજી સાંભળજો રે;
વિચારીને પ્રાણજીવન કે વેહેલા વળજો રે.                   ૧
મનડામાં મોહનલાલજી વિચારજો રે;
ક્યાંઇ વિલંબ ન કરશો નાથ ગોકુલ પધારજો રે.         ૨
દુ:ખ મેટણ દીનદયાળ છો ગિરિધારી રે;
અમો ચરણકમલની નાથ દાસી તમારી રે.                  ૩
અમ કારણ સુંદરશ્યામ ગોવરધન ધાર્યો રે;
સઉ દેખંતા વ્રજરાજ કંસને માર્યો રે.                            ૪
દાવાનળ પીધો નાથ માસી મારી રે;
અમ કારન વનમાં માવ ગાયું ચારી રે.                       ૫
વહાલા બાળપણાંનાં ચરિત્ર કેટલાંક કહિયે રે;
સંભારીને મારા નાથ વ્યાકુલ થઇયે રે.                        ૬
પ્રીતમજી પ્રાણ આધાર પ્રીતે પળજો રે;
વહાલા પ્રેમસખીના નાથ વેહેલા મળજો રે.                 ૭
 

મૂળ પદ

સખી કઠણ હૈયાનો કાન મેલીને ચાલ્યા રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી