આસો માસે અરજ સુણી હરિ, આવી સજો શણગાર રે;૫/૧૩

પદ ૪૭૩ મું(૫/૧૩)

આસો માસે અરજ સુણી હરિ, આવી સજો શણગાર રે;
કસુંબલ પાઘમાં તોરો ખોસું, કંઠે પે'રાવું હાર રે. 
ઘરેણાં સુંદર પે'રીને બેસતાં, ઓસરીયે આવી ઇશ રે;
સંત હરિજન સૌના લોચન, કરતા સુફલ જુગદિશ રે. 
આવતાં હરિજન બહુ ગુજરાતી, દરશન કરવા કાજ રે;
દરશન દઇને આપતાં સહુને, ઉતારા મહારાજ રે. 
લાવતાં પૂજા ભેટ તે લેતાં, દેતાં બોલાવીને હાર રે;
પ્રેમાનંદ કહે એ સુખ ક્યારે, આપશો ધર્મકુમાર રે. 
 

મૂળ પદ

જેઠ માસે પરદેશ પધાર્યા, પ્રીતમ તોડીને પ્રીત રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી