કારતકે આવી કરુણાસાગર, પુરો સહુના કોડ રે;૬/૧૩

પદ ૪૭૪ મું(૬/૧૩)
 
કારતકે આવી કરુણાસાગર, પુરો સહુના કોડ રે;
મુનિવર તલખે મળવા સારું, છોગાળા રણછોડ રે.              ૧
ભેટતાં ભુજ ભરી સંત મંડળને, માથે મેલતાં હાથ રે;
હરિજન બીજા હાર પે'રાવીને, ચરણે પડતા નાથ રે.      
ઉતમ નૃપતિ ઓસરીયે પ્રભુ, રસોઇ કરાવીને સારી રે;
મોતિયા લાડુ ને સરસ જલેબી, પીરસતાં સુખકારી રે.     
એ સુખ ક્યારે દેખડશો અમને, ધરમકુંવર અલબેલ રે;
પ્રેમાનંદ કહે દુધ શાકરની, વાળતાં હરિ રંગ રેલ રે.     

મૂળ પદ

જેઠ માસે પરદેશ પધાર્યા, પ્રીતમ તોડીને પ્રીત રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી