ચૈતરે ચિંતા થઇ અતિ ભારી, નાવ્યો સંદેશો કોય રે;૧૧/૧૩

પદ ૪૭૯ મું(૧૧/૧૩)
 
ચૈતરે ચિંતા થઇ અતિ ભારી, નાવ્યો સંદેશો કોય રે;પાતળિયે મારી પીડ ન જાણી, પળ પળ વીતે રોય રે.
મન મળવા અકળાયે ઘણું હવે, કેમ કરી ધરિયે ધીર રે;વિરહાનલ લાગ્યો બહુ વાંસે, ક્ષણું ક્ષણું બાળે શરીર રે.
શું કહીએ બેની ધર્મકુંવરને, નવ લીધી સંભાળ રે;ત્યાગ્યાં એમ હવે અલબેલે, જેમ ત્યાગે કાંચલી વ્યાળ રે.
વા વાયે બહુ વરસશે લુ હવે, કેમ કરી રે'શે પ્રાણ રે;પ્રેમાનંદના નાથ વીના, મારાં દરિયે ડુલ્યાં વહાણ* રે. ૪ 

મૂળ પદ

જેઠ માસે પરદેશ પધાર્યા, પ્રીતમ તોડીને પ્રીત રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી