અરજી એક અબળાતણી, તમે સાંભળજો ઘનશ્યામ રે૧/૪

 પદ ૪૮૨ મું-રાગ ગરબી(૧/૪)

અરજી એક અબળાતણી, તમે સાંભળજો ઘનશ્યામ રે, મારા વહાલાજી રે;
પ્રીતમ પૂરણકામ વાલીડા, નંદલાલાજી રે.                              નંદ૦ ટેક.
મેલીને મથુરાં ગયા, તે દહાડાથી વ્રજનાર રે; મારા૦
અખંડ આંસુ ધાર નેણે.                                                            નંદ૦ ૧
આંખડીયું ઉઠી રોઇને, કીધી નેણે નિદ્રા હરામ રે; મારા૦
રટણ આઠોજામ લાગી.                                                            નંદ૦ ૨
વ્રહતણી વ્યાધી ધણી, વિસાર્યાં ભોજન પાન રે; મારા૦
ભુલી દેહના ભાન સરવે.                                                          નંદ૦ ૩
લડથડતા ડગલા ભરે, વહે ઘટ માંહી ક્ષીણ શ્વાસ રે; મારા૦
પ્રેમાનંદ એક આસ તમશું.                                                       નંદ૦ ૪
 

મૂળ પદ

અરજી એક અબળાતણી, તમે સાંભળજો ઘનશ્યામ રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી