અબળાની અરજી વહાલારે સંભાળીને લેજો, ૫/૧૨

 પદ ૪૯૫ મું(૫/૧૨)

અબળાની અરજી વહાલારે સંભાળીને લેજો,
વિનંતિ ઉર ધારીરે દરશન દેજો;                                                     સાંભ૦ ટેક.
વહાલારે મારા આસો માસે અવિનાશી, આવોને વ્રજવાસી રે.            સાંભ૦ ૧
______________________________________________________________
* શ્વાસોશ્વાસે.
વહાલારે મારા શરદ રીતુએ જલ સોખી, * વાટડીયું કીધી ચોખી રે.   સાંભ૦ ૨
વહાલારે મારા આવી અબળાના વાન વાળો, દશરાયે દુ:ખ ટાળો રે. સાંભ૦ ૩
વહાલારે મારા પ્રેમાનંદના પ્રાણનાથ, મળોને ભરી બાથ રે.             સાંભ૦ ૪
 

મૂળ પદ

સનેહિ સુધ લેજોરે વ્રજપતિ વહાલા,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી