વાલમ રે હો તમપર જાઉં વારી, ૨/૬

પદ ૫૦૪ થું(૨/૬)

વાલમ રે હો તમપર જાઉં વારી,

તમપર વારી તમપર જાઉં વારી; વાલ૦ ટેક.

ધર્મકુંવર તમે પ્રાણ અમારા, અમે છૈયે દાસીયું તમારી. તમ૦ ૧

દરશન આપો દીનાનાથ દયાળુ, ધર્મકુંવર સુખકારી. તમ૦ ૨

સુંના લાગે છે મોહન મંદિર, તમ વીના કુંજવિહારી. તમ૦ ૩

આવી વિરાજો ઓસરીયે પ્યારા, ધર્મકુંવર ગિરિધારી. તમ૦ ૪

પ્રેમાનંદના નાથજી અમને, વહાલા ન દેશો વિસારી. તમ૦ ૫

મૂળ પદ

વહાલારે હો એકવાર વ્રજ આવો,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
0
0