જીવન રે હો વિસરી રે ના જાવું, ૪/૬

પદ ૫૦૬ મું(૪/૬)
 
જીવન રે હો વિસરી રે ના જાવું,વિસરી ના જાવું વિસરીરે ના જાવું;  જીવ૦ ટેક.
વહાલાજી આપણ ભેળાં રમતાં ને જમતાં, ભેળાં તાળી દઇ ગાવું.  વિસ૦ ૧
સખા મુનિ સર્વે સાથે લઇને, ઉન્મતગંગા નીત ના'વું.  વિસ૦ ૨
મુનિ મંડળ સારું રસોઇ કરાવીને, પંગતિમાં પીરસવા આવું.  વિસ૦ ૩
સુંદર વસ્ત્ર આભુષણ પે'રીને, ફળિયામાં ઘોડલાં ફેરાવું.  વિસ૦ ૪
પ્રેમાનંદ કહે પ્રભુ રાજી થઇને, અધરામૃત નીત પાવું.  વિસ૦ ૫ 

મૂળ પદ

વહાલારે હો એકવાર વ્રજ આવો,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી