સજની નિમખ ન વીસરે નાથજી રે, નિત્ય નવા તરુણપણાના ખેલ ૩/૪

સજની નિમખ ન વીસરે નાથજી રે, નિત્ય નવા તરુણપણાના ખેલ-૦૧
આ ઓસરીએ આવી બેસતા રે, આ ઢોલીડે નટવર છેલ-૦૨
આ તકિયો તે વાંસે મેલતા રે, આ માળા ફેરવતા શ્યામ-૦૩
ગાતા ગોઠીડાના સાથમાં રે, ઘેરે સાદે પૂરણકામ-૦૪
આ મોજડિયું વાલો પેરતા રે, આ છડી લેતા કરવર માંય-૦૫
આ પાદુકા પહેરી આવતા રે, મારે મંદિર મુનિના રાય-૦૬
આ ફળિયામાં ઘોડી ફેરવતા રે, માણકી મતવાલી મહારાજ-૦૭
સંતની સભા કરી આંહી બેસતા રે, શ્રીહરિ સુર નર મુનિ શિરતાજ-૦૮
કીર્તન મુનિવરને ગવરાવતા રે, ભેળા ગાતા સહજાનંદ-૦૯
એવા ધર્મકુંવર હરિ ઉપરે રે, તન મન વારી પ્રેમાનંદ-૧૦
 

મૂળ પદ

સજની શ્રીજી મુજને સાંભર્યા રે, હૈડે હરખ રહ્યો ઊભરાય

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
0
0