અરજી સુણજો અલબેલા, કે નંદકુંવર નટવર છેલારે;૨/૧૩

 પદ ૫૧૬ મું(૨/૧૩)

અરજી સુણજો અલબેલા, કે નંદકુંવર નટવર છેલારે;               અરજી૦ ટેક.
અસાડે થઇ અમથી ન્યારા, કે લોભાણા ત્યાં જઇ પ્યારા;
બની જોડ દાસી કુબડી દારારે.                                                અરજી૦ ૧
સનેહડો શું કરવા કીધો, કે અધવચ મેલી દગો દીધો;
કે દઇ વિશ્વાસ પ્રાણ લીધોરે.                                                    અરજી૦ ૨
અમૃત પાઇને ઉછેર્યાં, કે કરુણા દષ્ટે હસી હેર્યાં;
કે પ્રેમાનંદ લઇ કરવતે વેર્યાંરે.                                                અરજી૦ ૩
 

મૂળ પદ

વિનંતિ સાંભળજો શ્યામ, કે પ્રાણજીવન પુરાણકામરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી