જોઓ કોઇ પ્રીતમને પાસે, કે લાગો વિરહ વ્યાધ વાંસેરે;૪/૧૩

પદ ૫૧૮ મું(૪/૧૩)

જોઓ કોઇ પ્રીતમને પાસે, કે લાગો વિરહ વ્યાધ વાંસેરે; જાઓ૦ ટેક.

ભાદરવે લાગી બહુ હેલી, ગયા છે મહા દુ:ખમાં મેલી;

વિરહે વ્યાકુળ થઇ છું ઘેલી રે. જાઓ૦ ૧

ગગને ઘન તે બહુ ઘોરે, મચાવ્યો શોર દાદુર મોરે;

વિજળીયું કાલજડું કોરેરે. જાઓ૦ ૨

મારે મદન આવી બાણ, કે હરિ વીના જાશે જરુર પ્રાણ;

કે પ્રેમાનંદ કરો હરિને જાણરે. જાઓ૦ ૩

મૂળ પદ

વિનંતિ સાંભળજો શ્યામ, કે પ્રાણજીવન પુરાણકામરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી