ગોકુળ આવો શ્રીનાથજી રે, ૧/૪

પદ ૫૨૮ મું-રાગ ગરબી(૧/૪)
 
ગોકુળ આવો શ્રીનાથજી રે,હો જીરે વ્રજવિનતાના પ્રાણઆધારરે લાલ;  ગોકુળ૦ ટેક.
કહાવે સંદેશો વ્રજવિનતા રે,હો જીરે જીવન કરશો માં ઘણી વારરે લાલ.  ગોકુળ૦ ૧
તમ વીના ગોકુળમાં ગમતું નથી રે,હો જીરે વિરહે વ્યાકુળ વ્રજની નારરે લાલ.  ગોકુળ૦ ૨
તમ વીના ગોકુળવાસી ઘેલડાં રે,હો જીરે મીન ના જીવે નીરથી બહારરે લાલ.  ગોકુળ૦ ૩
તમ વીના ધેનુ ઝુરે વન વિષે રે,હો જીરે વાછરું ઝુરે ઘર મોઝારરે લાલ.  ગોકુળ૦ ૪
તમ વીના પંખી વ્યાકુળ વન વિષે રે,હો જીરે પ્રેમાનંદના નેણ શણગાર રે લાલ.  ગોકુળ૦ ૫

મૂળ પદ

ગોકુળ આવો શ્રીનાથજી રે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી