ગોકુળ ક્યારે પધારશો રે, ૪/૪

પદ ૫૩૧ મું(૪/૪)
 
ગોકુળ ક્યારે પધારશો રે,હો જીરે જીવન રહી છું વાટડી જોઇરે છેલ;  ગોકુળ૦ ટેક.
ચાંખડિયો સોતાં ચરણકમળમાં રે,હો જીરે મોહન રહી છું મનડું પ્રોઇરે છેલ.  ગોકુળ૦ ૧
ક્યારે ચરણ ધોઇને ચાંખડિ રે,હો જીરે પે'રાવીશ પાંપણીયે લોઇરે છેલ.  ગોકુળ૦ ૨
ઉભી અટારિયે જોવું વાટડી રે,હો જીરે ઉઠી આંખડિયો રોઇરે છેલ.  ગોકુળ૦ ૩
મથુરા લખ આવે ને લખ જાય છે રે,હો જીરે સંદેશો ન લાવે કોઇરે છેલ.  ગોકુળ૦ ૪
પ્રેમાનંદના પ્યારા તમ વીના રે,હો જીરે પલક એક કલપ સરીખી હોઇરે છેલ.  ગોકુળ૦ ૫ 

મૂળ પદ

ગોકુળ આવો શ્રીનાથજી રે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી