આવોને વહાલા ધર્મકુંવર સુખકંદજી; ૧/૧

પદ ૫૩૨ મું-રાગ ગરબી અથ પંદર તિથિ(૧/૧)

આવોને વહાલા ધર્મકુંવર સુખકંદજી; આવોને સુખના સાગર સહજાનંદ.
આવોને પડવે પધારો મારે ઓરડે; આવોને મોતીડાં પ્રોવું તારે તોરડે.          
આવોને બીજે બીરાજો મારા બારણે; આવોને મુખડું નિરખીને જાઉં વારણે. 
આવોને ત્રીજે જોવું છું તારી વાટડી; આવોને ફૂલડે સંવારી સુંદર ખાટડી.     
આવોને ચોથે ચરણ ધોઇને પીજીયે; આવોને ભૂધર ભેટીને લાવો લીજીયે.   
આવોને પાંચમે પધારો મારા નાથજી; આવોને જીવન જમાડું મારે હાથજી. 
આવોને છઠે રાખું છેલા ઉરમાં; આવોને હાજર રહીશ હજુરમાં.       
આવોને સાતમે સજો શણગારને; આવોને નાથજી નિરખું કરી પ્યારને.        
આવોને આઠમ આવી અલબેલડા; આવોને રમીયે રંગભર રંગરેલડા.   
આવોને નોમે નિરખું મુખચંદજી; આવોને પ્રાણજીવન સહજાનંદજી.            ૧૦
આવોને દશમે તે દુ:ખ બહુ દીધલાં; આવોને પ્રાણ અમારાં હરી લીધલાં.     ૧૧
આવોને એકાદશી ઓછવ કીજીયે; આવોને વદન દેખાડી સુખ દીજીયે.          ૧૨
આવોને બારસે મુનિને જમાડીયે; આવોને પ્યારા પધારો ફૂલવાડીયે.           ૧૩
આવોને તેરસે ત્રપત કરો નેણને; આવોને શ્રવણે સંભળાવો મીઠાં વેણને.      ૧૪
આવોને ચૌદસે સભા કરી ચોકમાં; આવોને દરશન આપો બેસી ગોખમાં.      ૧૫
આવોને પુનમે પધારી સુખ દીજીયે; આવોને અમને કૃતારથ કીજીયે.           ૧૬
આવોને પ્રેમાનંદ નિરખે નેણાં ભરી; આવોને જીવમાં રાખીશ જતને કરી.      ૧૭
ઇતિ તિથિઓ સંપૂર્ણ
 

મૂળ પદ

આવોને વહાલા ધર્મકુંવર સુખકંદજી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રીજી વંદના
Studio
Audio
0
0