ઓધવ વ્રજવિનતાની વિનતિરે૨/૪

પદ ૫૩૪ મું(૨/૪)

ઓધવ વ્રજવિનતાની વિનતિરે, કહેજો કૃષ્નજીને જરુર જો;  ઓધ૦ ટેક.
વહાલા વ્રજવિનતાના નેણથીરે, તમને ન ઘટે રહેવું દૂર જો.  ઓધ૦ ૧
તમે હરિ વ્રજવાસીના પ્રાણ છોરે, પ્રાણ વીનાનો નવ રહે દેહ જો;
નીર વીનાની જીવે માછલીરે, એવો વ્રજવાસીનો સ્નેહ જો.  ઓધ૦ ૨
અમને એમ કહી હાર તમે ચાલીયારે, હમણાં આવું છું તમ પાસ જો;
મથુરામાં મામાને આવું મળીરે, પ્રાણ રહ્યા છે એ વિશ્વાસ જો.  ઓધ૦ ૩
જો હરિ આવી પાછા નહીં મળો રે, તો અમે તરત તજીશું પ્રાણ જો;
એ આંટી હરિ વ્રજઅબળાતણીરે, તે તમે જાણજો શ્યામ સુજાણ જો ઓધ૦ ૪
સુનાં ગોકુળમાં ગમતું નથીરે, ઘર વન સરવે ખાવા ધાય જો;
પ્રેમાનંદના પ્યારા તમ વીનારે, પળ એક કલપ સરીખી જાય જો.  ઓધ૦ ૫

મૂળ પદ

તમેરે ઓધવ કહેજો એટલીરે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી