જાઇને ઓધવ કહેજો કાનનેરે, ૩/૪

પદ ૫૩૫ મું(૩/૪)
 
જાઇને ઓધવ કહેજો કાનનેરે, તમ વીના ગોકુળવાસી લોક જો;  જાઇ૦ ટેક.
ભોજન ખાન પાન નિદ્રા તજીરે, સરવે કરે તમારો શોક જો.  જાઇ૦ ૧
જશોદા શોકે કરી સુકાઇ ગયાંરે, નેણે અંધ થયા છે નંદ જો;
એકવાર આવીને જુવો હરિ રે, પાછા જાજો આનંદકંદ જો.  જાઇ૦ ૨
તમ વીના ગ્વાળ બાળ વલખાં કરેરે, તૃણ તજી ઝુરે તમારી ગાય જો;
દુધ ન ધાવે નાના વાછડારે, તમ વીના શોકે વ્યાકુળ થાય જો.  જાઇ૦ ૩
તમ વીના વૃન્દાવન નથી શોભતુંરે, શોકે સુકાણી વનવેલ જો;
વનમાં પશુ પંખી વ્યાકુળ ફરેરે, તમ વીના નંદકુંવર અલબેલ જો.  જાઇ૦ ૪
વિરહે પંખી પણ નથી બોલતાંરે, કોયલ શુક સારીકા મોર જો;
પ્રેમાનંદના નાથ રાજી કરોરે, એકવાર આવી નંદકિશોર જો.  જાઇ૦ ૫ 

મૂળ પદ

તમેરે ઓધવ કહેજો એટલીરે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી