અમને ઓધવ હરિ બહુ સાંભરે રે, ૪/૪

અમને ઓધવ હરિ બહુ સાંભરે રે, કશુંયે કામ ન લાગે હાથ જો                     અમ૦ ટેક

રોતાં રોતાં જાયે દિન રાતડીરે, હવે ક્યારે નેણે દેખશું નાથ જો.                       અમ૦ ૧

અમને બહુ હેતે બોલાવતારે, વરસી અમૃત સરખાં વેણ જો;

સામું બહુ હેતે કરી હેરતારે, મળતા શામળિયો સુખદેણ જો.                              અમ૦ ૨

ઓધવ હરિનું હસવું બોલવુંરે, જે હરિ કરતા અમસું વિહાર જો;

તે જ્યારે અમને ઓધવ સાંભરે રે, ત્યારે નહીં દુ:ખનો વાર ને પાર જો             અમ૦ ૩

ઓધવ આ ગેડીને વાંસળિરે, લઇને જાતા ચારવા ગાય જો;

વનમાં વાતા મોહન મોરલીરે, સાંભળીને જાતાં મળવા ત્યાંય જો.                   અમ૦ ૪

આ પાદુકા પેહેરી આવતારે, હરખે જોતાં હરિની ચાલ જો;

જેમ જેમ સાંભરે તેમ થાય વેદનારે, પ્રેમાનંદ કહે ગિરિધરલાલ જો.                અમ૦ ૫

મૂળ પદ

તમેરે ઓધવ કહેજો એટલીરે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી