અલબેલા આવો ઓરા, આંખડલિમાં રાખું વહાલા;૧/૪

 પદ ૫૩૭ મું-રાગ ધોળ(૧/૪)

અલબેલા આવો ઓરા, આંખડલિમાં રાખું વહાલા;
તન મન ધન મારું, તમપર વારી નાંખું વહાલા.          ૧
સુંદર સ્વરૂપ રૂપ, નેણાં ભરી નિરખું વહાલા;
નખશિખ નિરખીને, હૈડામાં હરખું વહાલા.                   ૨
ઉપમા કહી ન જાયે, એક રસનાયે વહાલા;
નિગમ શારદ શેષ, નેતિ કહી ગાયે વહાલા.                 ૩
નખની ચંદ્રિકા જોઇ, ઝાંખા ચંદ્ર સૂર વહાલા;
કોટિક કંદ્રપ જોઇ, લાજી રહ્યા દૂર વહાલા.                  ૪
દીઠામાંતો કાંઇ નથી, ઉપરથી લગાર વહાલા;
માહીં તો વ્યાપીને રહ્યો, તેજનો અંબાર વહાલા.          ૫
મનતો નઠારું મારું, તેમાં નવ લાગે વહાલા;*
રમતા જમતા જોવું, આંખડલિને આગે વહાલા.            ૬
નવા નવા શણગાર, સજીને પધારો વહાલા;
બળવંત બોલાવીને, તાપ નિવારો વહાલા.                  ૭
ઘણારે દિવસનાં તરશ્યાં, નેણાં ત્રપત કરો વહાલા;
પ્રેમાનંદ કહે દરશન, દઇ દુ:ખ હરો વહાલા.                 ૮
 

મૂળ પદ

અલબેલા આવો ઓરા, આંખડલિમાં રાખું વહાલા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી